NEW GST 01
જી એસ ટી ના આગમન પહેલા નીચે મુજબની તૈયારી કરો
(૧) જીએસટીના કાયદામાં તમારા ટેક્સ એડવોકેટના
નિયમિત રીતેફોનઆપવામાં આવેલ ઇમેલ કે SMS દ્વારાસંપર્કમાં રહો. તથાતેમના તરફથી
આપવામાં આવેલી સૂચનાઓનું યોગ્ય પાલન કરો તથા આપના હિસાબનીશને તે બાબતને હિશાબ તથા
જીએસટી બાબતે તૈયાર થવા સુચના આપો.
(૨) નિયત સમય મર્યાદામાં તમારા વેટ / સર્વિસ ટેક્સ / એકસાઈઝ લાગુ પડતા યુનિટને જીએસટીમાં
માઈગ્રેટ કરવો તથા જનરેટ થયેલા ARN તમારા સપ્લાયર્સને આપો તેમજતમારા સપ્લાયર્સના /
ગ્રાહકોના ARN મેળવી લો.
(૩) તમારા ખરીદી / વેચાણ/ સેવા કે વસ્તુઓ ના લાગુ પડતા HSN CODE
અને જીએસટીનો એક કોઠો બનાવો.
(૪) ખરીદીની આઈટમ વાઈસ ખરીદીબીલ,
બીલ ઓફ એન્ટ્રી તથાએકસાઈઝ પેઈડપ્રૂફ સાથેની એક ફાઈલ બનાવો.
(૫) લોકલ ટેક્સ ભરેલ કે એકસાઈઝડયુટી ભરેલ
ખરીદીઓની ક્લાસીફીડ નોંધ કરવી જેના ઉપરથી ટેક્સ ક્રેડીટ મેળવવા પાત્રખરીદીઓ તથા
તેના પુરાવાઓની યોગ્ય તપાસ થઇ શકે.
(૬) એ તપાસ કરો કે આપની પાસે એક
વરસથી વધારે જુનો કોઈ સ્ટોક છે?
(૭) જોહોય તો આવા સ્ટોક નો તાત્ત્કાલીક
નિકાલ કરવો.
(૮) તારીખ ૩૧/૦૩/૨૦૧૭ તથા ત્યાર બાદનાતમામ
મહિનાઓનું યોગ્ય પ્રકારનુંતથા આઈટમ વાઈસ સ્ટોક રજીસ્ટર રાખવું.
(૯) આપના તા ૩૧/૦૩/૨૦૧૭ તથા ત્યાર
બાદના તમામ માસિક / ત્રિમાસિક હિસાબોને યોગ્યખરાઈ કરો.
(૧૦) ત્યાર બાદ નફા નુકશાનના ખર્ચાઓ
તથા લાગુ પડતા દરે લાગુ પડતો વેરો ભરપાઈ કરેલ છે કેમ? તે તપાસો.
(૧૧) તમારા ખરીદી / વેચાણ લેણદાર / દેવાદારના ૩૧/૦૩/૨૦૧૭ તથા ત્યાર
બાદના તમામ માસિક એકાઉન્ટ સ્ટેટમેન્ટનીચકાસની કરો તથા ખરીદી/ વેચાણની ઈનપુટ
આઉટ્પુટ ટેક્સ ક્રેડીટનોમિસમેચ રિપોર્ટ બનાવોઆબાબતની યોગ્ય નોંધ કરવી. જરૂર પડે તો
આપના ટેક્સ રીટર્નને રિવાઈઝ્ડ કરો.
(૧૨) ધારાકીય (સ્ટેટયુટરી) ફોર્મસ
જેમકે ફોર્મ સી, ફોર્મ એચ, ફોર્મ આઈ વગેરે ફોર્મસ મેળવવા કે આપવા યોગ્યપ્રયાસ કરો.
NOTE:- નવા આવનારા જીએસટી કાયદા અન્વયે આપના રોજબરોજના અનેક પ્રશ્નોનો જવાબ મળી રહે તે
હેતુથીસદરહુમાર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે. જે માર્ગદર્શિકા અમારા અંગત
અભિપ્રાયો ઉપર આધારિત છે. તેમજસ્થળ,વ્યક્તિ, સંજોગો, પરિસ્થિતિ તથા વખતોવખત થયેલા
કાયદાકીય પરિવર્તનોઅસરકર્તા છે. સદરહુ માર્ગદર્શિકાનો ઉપયોગ કરતી વાળાએ એ વખતે
અમલમાં હોય તેવા કાયદા, જે તે કેસના સંજોગો તથા તેને લાગુ પડતા પરિપત્રો વગેરેનો
અભ્યાસ કરવો જરૂરી બની રહેછે.
Comments
Post a Comment