SABKA VISHWAS (LEGACY DISPUTE RESOLUTION) SCHEME, 2019 (SVLDRS)

NEW SCHEME SABKA VISHWAS (LEGACY DISPUTE RESOLUTION) SCHEME, 2019 (SVLDRS) IS DECLARED BY GOVERNMENT OF INDIA. EASY UNDERSTANDING IS HEREUNDER IN GUJARATI:


સબકા વિશ્વાસ (LEGACY DISPUTE RESOLUTION) સ્કિમ, ૨૦૧૯ (SVLDRS)

        ભારત સરકાર, નાણા મંત્રાલય, મહેસુલ વિભાગ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીઝ એન્ડ કસ્ટમના સર્ક્યુલર નં. ૧૦૭૧/૪/૨૦૧૯-CX તા. ૨૭/૦૮/૨૦૧૯, ૧૦૭૨/૦૫/૨૦૧૯-CX તા. ૨૫/૦૯/૨૦૧૯ અને ૧૦૭૩/૦૬/૨૦૧૯-CX તા. ૨૯/૧૦/૨૦૧૯ થી સબ કા વિશ્વાસ (LEGACY DISPUTE RESOLUTION) સ્કિમ, ૨૦૧૯(SVLDRS) જાહેર કરી. ત્યાર બાદ તા. ૧૨/૧૨/૨૦૧૯ રોજ સર્ક્યુલર નં. ૧૦૭૪/૦૭/૨૦૧૯-CX જાહેર કર્યો. જેના સુધારા સાથેની સમજણ નીચે પ્રમાણે છે.                  
FAQ

૧.      ક્યાં ક્યાં કાયદાને આવરી લે છે?
જવાબ: કેન્દ્ર દ્વારા જાહેર કરેલ આ યોજના કેન્દ્રના વેરા કાયદાઓ જેમ કે, સેન્ટ્રલ એકસાઈઝ એન્ડ સર્વિસ ટેક્ષ વિગેરેને આવરી લે છે.

૨.      ક્યાં તબક્કે લાગુ પડે?
જવાબ: નોટિસ, દાવો, પુછપરછ, તપાસ, ચડત વેરો અથવા વિવાદ(અપીલ) ના તબક્કે હોય તો અથવા / અને આપમેળે વેરની જવાબદારી જાહેર કરીને આ લાભ લઇ શકાશે.

૩.      ક્યાં સુધીમાં આરજી થઇ શકે?
જવાબ: તા. ૦૧/૦૯/૨૦૧૯ થી શરુ થયેલી આ યોજનાની સમય મર્યાદા તા. ૩૧/૧૨/૨૦૧૯ના રોજ પૂરી થાય છે.

૪.      અરજી કરવાની રીત અને કઈ જગ્યાએ અરજી કરવાની રહે?
જવાબ: અરજી ઓનલાઇન https://cbic-gst.gov.in/cbec-portal-ui/?amnestyScheme પર કરવાની છે.

૫.      અરજી સમયે કે તે પહેલા એડવાન્સ ભરેલી રકમનો લાભ આ યોજનામાં મળે?
જવાબ: હા, જો કોઈ રકમ આ યોજના હેઠળ ભરપાઈ કરવામાં આવે તો તેનો લાભ તો મળવાપાત્ર છે જ પરંતુ, જો કોઈ કાર્યવાહીના અનુશાન્ધાને કોઈ રકમ, વધારાની કે એડવાન્સ ભરેલી રકમ હોય તો તે રકમનો પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે. પરંતુ, આ યોજનાનો લાભ લેવા માટે ભરવાપાત્ર રકમ કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડીટ સામે એડજેસ્ટ થઇ નહિ શકે. તેમજ કોઈ અગાઉની કે આ યોજના હેઠળ ભરેલ કોઈ રકમ કે વધારાની રકમ રીફંડ થઇ શકશે નહિ.

૫.      કેટલી સમય મર્યાદાને અને કોને લાગુ પડશે?
જવાબ: તા. ૩૦/૦૬/૨૦૧૯ સુધીની નોટિસ, દાવો, પુછપરછ, તપાસ અથવા વિવાદ(અપીલ) વિગેરે કાર્યવાહી ચાલુ ન હોય તેમણે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. પરંતુ જો અપીલની કાર્યવાહી ચાલુ હોય તો તે અપીલ પરત ખેંચવાથી આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. પરંતુ, જો કોઈ કેસમાં શિક્ષાત્મક ગુનો દાખલ થયેલ હોય તો તેવા કેસમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી.

૬.      કેટલી મહત્તમ મર્યાદામાં લાભ મળે?
        આ યોજના હેઠળ (૧) શિક્ષાત્મક કાર્યવાહી સામે પ્રતિરક્ષા આપવામાં આવશે. તેમજ (૨) વ્યાજ અને (૩) દંડની કાર્યવાહી માંથી ૧૦૦% મુક્તિ આપે છે. એ સિવાય (૪) વધારાનો લાભો મળવાપાત્ર છે જેનો ખ્યાલ નીચે દર્શાવેલ કોષ્ટક પરથી આવશે.

દાવો, અપિલ પુછપરછ, તપાસ અને ઓડીટ વિગેરે માટે

જવાબદારીની મર્યાદા
બાકી રહેતી ભરવાપાત્ર જવાબદારી
મળવાપાત્ર લાભ
મળવાપાત્ર અન્ય લાભ
રૂ. ૫૦ લાખ સુધીની
જવાબદારીના ૩૦% રકમ
જવાબદારીના ૭૦% રકમ
વ્યાજ, અને દંડ ૧૦૦% તેમજ શિક્ષાત્મક કાર્યવાહી માંથી મુક્તિ
રૂ. ૫૦ લાખથી વધારે
જવાબદારીના ૫૦% રકમ
જવાબદારીના ૫૦% રકમ
વ્યાજ, અને દંડ ૧૦૦% તેમજ શિક્ષાત્મક કાર્યવાહી માંથી મુક્તિ

ચડત વેરાના કેસોમાં

જવાબદારીની મર્યાદા
બાકી રહેતી ભરવાપાત્ર જવાબદારી
મળવાપાત્ર લાભ
મળવાપાત્ર અન્ય લાભ
રૂ. ૫૦ લાખ સુધીની
જવાબદારીના ૪૦% રકમ
જવાબદારીના ૬૦% રકમ
વ્યાજ, અને દંડ ૧૦૦% તેમજ શિક્ષાત્મક કાર્યવાહી માંથી મુક્તિ
રૂ. ૫૦ લાખથી વધારે
જવાબદારીના ૬૦% રકમ
જવાબદારીના ૪૦% રકમ
વ્યાજ, અને દંડ ૧૦૦% તેમજ શિક્ષાત્મક કાર્યવાહી માંથી મુક્તિ

જૂની ચડત જવાબદારી સ્વૈચ્છિક જાહેર કરો તેવા કેસોમાં

ફકત વેરની રકમ ચુકવણી
વ્યાજ, અને દંડ ૧૦૦% તેમજ શિક્ષાત્મક કાર્યવાહી માંથી મુક્તિ



        ઉપરોક્ત દર્શાવેલ ગાઈડલાઈન્સ આપના સદરહુ યોજનાના અનેક પ્રશ્નોનો જવાબ આપવામાં મદદરૂપ થાય એ હેતુસર રજુ કરવામાં આવેલ છે. જે અમારા અંગત અભિપ્રાયો પર આધારિત છે. તેમજ તેને સ્થળ, વ્યક્તિ, સંજોગો, પરિસ્થિતિ અને વખતો વખત થયેલા કાયદાકિય ફેરફારો અને પરિવર્તનો અસરકર્તા બને છે. તથા તેનો વ્યવહારિક ઉપયોગ કરતી વેળાએ કેસના સંજોગો, લાગુ પડતો કાયદો અને અદ્યતન (LATEST) પરિપત્રો વિગેરેનો અભ્યાસ જરૂરી અને અનિવાર્ય બની રહેશે.



રૂપારેલ એન્ડ રૂપારેલ
એડ્વોકેટ્સ એન્ડ ટેક્સ કન્સલ્ટન્ટસ
જામનગર

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST

NEW VERA SAMADHAN YOJNA-2019