NEW VERA SAMADHAN YOJNA-2019

New VERA SAMADHAN YOJNA-2019 is declared by Gujarat Government on 06/12/2019. Here is the Easy Understanding of the Yojna in Gujarati:
વેરા સમાધાન યોજના-૨૦૧૯

ગુજરાત સરકાર, નાણા વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : જીએસટી-૧૦૨૦૧૯-૧૦૦૬-ઠ ની  તારીખ:૦૬/૧૨/૨૦૧૯ના રોજના સુધારા સાથેનીવેરા સમાધાન યોજના-૨૦૧૯ની સમજણ નીચે પ્રમાણે છે.

૧.      ક્યાં ક્યાં કાયદાને આવરી લે છે?
જવાબ: (૧) ગુજરાત વેચાણ વેરા કાયદો, ૧૯૬૯, (૨) ગુજરાત મુલ્ય વર્ધિત વેરા અધિનિયમ, ૨૦૦૩, (૩) કેન્દ્રીય વેચાણ વેરો, ૧૯૫૬, (૪) ધી મુંબઈ સેલ્સ ઓફ મોટર સ્પીરીટ ટેક્ષેસન એક્ટ, ૧૯૬૭, (૫) ધી ગુજરાત ટેક્ષ ઓન એન્ટ્રી ઓફ સ્પેસીફાઈડ ગુડ્સ ઈનટુ લોકલ એરીયાઝએક્ટ, ૨૦૦૧,(૬) ગુજરાત પરચેઝ ટેક્ષ ઓન સુગરકેન એક્ટ, ૧૯૮૯ વિગેરે કાયદાનો સમાવેશ થાય છે.
૨.      ક્યાં તબક્કે લાગુ પડે?
જવાબ: આકરણી, ફેર આકારણી, રિવિઝન અથવા વિવાદ(અપીલ) ના તબક્કે હોય તો અથવા / અને આપમેળે વેરની જવાબદારી જાહેર કરીને આ લાભ લઇ શકશે.
૩.      ક્યાં સુધીમાં આરજી થઇ શકે?
જવાબ: તા. ૧0/0૧/૨૦૨૦ સુધી માં અરજી કરવાની રહે છે.
૪.      કેટલી મહત્તમ મર્યાદામાં લાભ મળે?
જવાબ: કોઈ પણ વેપારીના તમામ આદેશોથી મૂળ માંગણાની બાકી રકમ રૂ. ૧૦૦ કરોડ થી ઓછી રકમ હોય તો જ લાભ મળે. તેમાં વેરો, વ્યાજ અને દંડ સહિતની રકમનો સમાવેશ થઇ જાય.
૫.      કેટલી સમય મર્યાદાના વ્યવહારોને લાગુ પડશે?
જવાબ: તા. ૩૦/૦૬/૨૦૧૭ સુધીના તમામ ધંધાકીય વ્યવહારો માટે આ યોજના છે.
For more details please Download the guideline.
Gujarat Vera Samadhan Yojna, 2019 01

Gujarat Vera Samadhan Yojna, 2019 02


Gujarat Vera Samadhan Yojna, 2019 03

Gujarat Vera Samadhan Yojna, 2019 04

Gujarat Vera Samadhan Yojna, 2019 05

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST

Amnesty Scheme for Gujarat Professional tax