E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST

 

E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST


કેમ છો આપ સર્વે?

આશા રાખીએ બધા મજામાં હશો...

કોરોનાને લગભગ બે વર્ષ પૂર્ણ થઇ ગયા છે અને ત્યાર પછીનું નવું નાણાકીય વર્ષ-૨૦૨૨-૨૩ લગભગ અડધું પૂર્ણ થઈ ગયું છે. આથી, સરકાર ટેક્સને લગતા નવા સુધારાઓ લાવે છે અને સુધારાઓનો અમલ ઝડપથી કરવા ઈચ્છે છે. અમો, આવા એક સુધારા બાબતે આપ સમક્ષ થોડી માહિતી રજુ કરવાનો પ્રયાસ કરીએ છીએ.

 

એપ્રિલ  ૨૦૨૨ પહેલા જે વેપારીનું Turnover (નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧ -૨૨ના કોઈ પણ) નાણાંકીય વર્ષમાં રૂ.૨૦ કરોડથી (તા. ૦૧/૧૦/૨૦૨૨ થી રૂ ૧૦ કરોડથી) વધારે હોય તેઓને તા.૦૧/૧૦/૨૦૨૨થી ફરજિયાત E-Invoice બનાવવાનું રહેશે. આથી ઓક્ટોબર, ૨૦૨૨થી લાગુ પડતું -ઇન્વોઇસબાબતે અમુક બાબતો જાણવી જરૂરી છે.

 

1.       સૌ પ્રથમ ૨૦૧૯માં E-Invoice માટે આવેલ નોટિફિકેશન નંબરથી ૬૮/૨૦૧૯ તા. ૧૩/૧૨/૨૦૧૯માં નિયમ- ૪૮(), ૪૮() અને ૪૮() દાખલ કરવામાં આવ્યા.

 

2.       ત્યાર બાદ વખતો-વખત E-Invoice ફરજિયાત બનાવવા માટેના ટર્નઓવરમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે, આખરે, જે ડીલરનું નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮થી અત્યાર સુધીના નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં કોઈ પણ એક નાણાંકીય વર્ષમાં Turnover રૂ. ૨૦ કરોડથી વધારે થઈ ગયું હોય તો તેણે તા.૦૧/૦૪/૨૦૨૨થી E-Invoice બનાવવાનું રહેશે.

 

3.       ત્યાર બાદ ૦૧/૦૮/૨૦૨૨ના રોજ આવેલ નોટિફિકેશન નંબર ૧૭/૨૦૨૨ સેન્ટ્રલ ટેક્સ મુજબ કોઈ પણ નાણાંકીય વર્ષમાં જે વેપારીનું ટર્ન ઓવર રૂ ૧૦ કરોડથી વધી જાય તેને તારીખ ૦૧/૧૦/૨૦૨૨થી ફરજિયાત E-Invoice બનાવવાનું રહેશે. https://einvoice1.gst.gov.in/Notifications/notfctn-17-central-tax-english-2022.pdf

 

4.       E-Invoice  માટે ટર્નઓવર કેવી રીતે ગણશો.

a)      ના.. ૨૦૧૭-૧૮થી અત્યાર સુધીના કોઈ પણ એક વર્ષમાં Aggregate Turnover રૂ. ૨૦ કરોડથી વધુ હોય તેને તા.૦૧/૦૪/૨૦૨૨થી ફરજિયાત E-Invoice ફરજિયાત બનાવવાનું હતું. હવે જે વેપારીનું ટર્ન ઓવર રૂ ૧૦ કરોડથી વધી જાય તેને તારીખ ૦૧/૧૦/૨૦૨૨થી ફરજિયાત E-Invoice બનાવવાનું રહેશે.

b)      (આવકવેરાના) પાન નંબર આધારિત દરેક રાજ્યના તમામ GST ટર્ન ઓવરનો સમાવેશ કરવાનો છે.

c)       ટર્નઓવરમાં  ટેકસેબલ, ઇન્ટર સ્ટેટ,  ટેક્સ ફ્રિ (exempted), એક્ષ્પોર્ટ વિગેરે સપ્લાયનો સમાવેશ કરવો.

d)      નોન-જીએસટી સપ્લાય અને RCM વળી ખરીદીનો અહી E-Invoice માટે ટર્નઓવરની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું નથી.

e)      ટર્ન ઓવર ગણતી વખતે ટેક્સ (CGST, SGST, IGST) નો સમાવેશ કરવાનો નથી. એટલે કે, તેમાં ટેક્સ નહિ, પણ ટેક્સેબલ રકમનો સમાવેશ કરવાનો છે.

 

5.      ખાસ ધ્યાનમાં રાખજો કે, સરકારે E-Invoice બનાવવા માટે એક અલગ પોર્ટલ આપેલ છે. https://einvoice1.gst.gov.in/# <- રહી લીંક, તેના ઉપર જઈને,

a)      આપણે E-Invoice માટે જવાબદાર છીએ કે કેમ? તે નક્કી કરી શકીશું.

b)      જો આપ E-Invoice માટે જવાબદાર હોય અને અહી E-Invoice ફેસીલીટી હોય તો માટે પોર્ટલ પર જઈ ને E-Invoice enable કરી શકીશું

c)       જો આપણે E-Invoice માટે જવાબદાર નહિ હોઈએ અને પોર્ટલ પર E-Invoice ફેસિલિટીમાં આપણે જવાબદાર દર્શાવામાં આવેલ હશે તો, તેને આપણે ingore કરી શકીશું (તેવું પોર્ટલ ઉપર સ્પષ્ટ પણે દર્શાવવામાં આવેલ છે).

d)      પોર્ટલ ઉપર જઈ આપણે ટેસ્ટીંગ માટે (પ્રાયોગિક ધોરણે) પણ E-Invoice બનાવી શકીશું.

e)      પોર્ટલ આપણા તમામ 3B ના ટર્નઓવરનાં આધારે આપણને E-Invoice લાગુ થશે કે કેમ તે નક્કી કરે છે.

f)       આપણે પોતે સામેવાળા ડીલર E-Invoiceમાટે જવાબદાર છે કે કેમ? તે પણ પોર્ટલ ઉપરથી જાણી શકીશું

g)      જો સામેવાળા ડીલર E-Invoice માટે જવાબદાર હશે અને તે સાદું INVOICE ઇસ્યુ કરશે તો તેણે INVOICE બનાવેલ નથી તેવું અર્થઘટન કરવામાં આવશે, જેથી, તેની ટેક્સ ક્રેડીટ નહિ મળે. (રૂલ ૪૮())

h)      જે ડીલરને E-Invoice બનાવવાનું ફરજીયાત હશે તેને ઓરીજીનલ, ડુપ્લિકેટ, ટ્રિપલીકેટ વગેરે કોપી લાગુ નહિ પડે. (રૂલ ૪૮ ())

 

વાત સ્પષ્ટતાથી સમજવી જોઈએ કે, E-Invoice જીએસટી હેઠળ નોંધાયેલા સપ્લાયરો માટેનું એક Standard Format છે. આપણે એમ નથી સમજવાનું કે, E-Invoice નો નિયમ લાગુ થયા બાદ, “બિલો GSTN Portal ઉપર બનાવવાના છે”. આવી માન્યતા તદ્દન ખોટી છે. અહી ફક્ત એક 64 કરેક્ટરનો કોડ આપવામાં આવશે જે QR કોડ સ્વરૂપ પણ હશે, જે કોડને ડીલરે પોતાના રૂટીન INVOICE ઉપર પ્રિન્ટ કરવાનો રહેશે.

 

E-Invoice નો એવો અર્થ નથી કે GSTના બિલો હવેથી GSTN Portal ઉપરથી બનાવવા પડશે કરદાતા તેના Accounting Software / ERP કે તેનાં જેવા બીજા Tool દ્વારા પણ E-Invoice બનાવી શકે છે.

 

ü E-Invoice ક્યારે ફરજિયાત બનાવવું પડશે.

  • Ø  એક રજીસ્ટર્ડ વ્યક્તિ બીજા રજીસ્ટર્ડને સપ્લાય કરે (Supplies to registered persons (B2B))
  • Ø  એક રજીસ્ટર્ડ વ્યક્તિ ગવર્નમેન્ટને સપ્લાય કરે (Supplies to Government persons (B2G))
  • Ø  એક રજીસ્ટર્ડ વ્યક્તિ સેઝને સપ્લાય કરે (Supplies to SEZs (with/without payment))
  • Ø  નિકાસના બીલોમાં (Exports (with/without payment))
  • Ø  ડીમ્ડ નિકાસ (Deemed Exports)
  • Ø  ક્રેડીટ કે ડેબીટ નોટ વખતે (Credit-Debit Note)

 

ü E-Invoice ક્યારે ફરજિયાત બનાવવાનું નથી.

  • Ø  B 2 C Supply માટે E-Invoice બનાવવાનું નથી.
  • Ø  ડિલેવરી ચલન (Delivery challan)
  • Ø  સ્પેશિલય ઇકોનોમિક ઝોન (Special Economic Zone Units)
  • Ø  બેન્કિંગ કંપની અથવા ફાઈનાન્સિયલ  સંસ્થા (Banking company or a financial institution, including a non-banking financial company)
  • Ø  પેસેન્જર ટ્રાન્સપોર્ટ સપ્લાય (Suppliers of passenger transportation)
  • Ø  નીલ રેટ કે કરમુક્ત સપ્લાય (NIL-rated or wholly-exempt supplies)
  • Ø  ફાઈનાન્સિયલ  / કોમર્શિયલ ક્રેડીટ નોટ (Financial/commercial credit notes)
  • Ø  ઇન પુટ સર્વિસ  Invoices issued by Input Service Distributors (ISDs)
  • Ø  હાઈસીસ સેલ્સ (High sea sales and bonded warehouse sales)

Ø  જયારે ગવર્નમેન્ટ રજીસ્ટર્ડ હોય ત્યારે તેમને કરેલ સપ્લાય વખતે (Supplies to Government Departments where they don't have any registration under GST)

Ø  રવર્સ ચાર્જ વખતે બનાવવામાં આવતા સેલ્ફ બીલ બાબતે (Self-Invoice of Reverse charge under Section 9(4))

 

ü E-INVOICE માટે નીચેની બાબતોને ધ્યાને લેવાનું ચૂકશો નહિ.

Ø  કેટલાક વ્યવસાયો પાસે તેનું પોતાનું ERP / Accounting Software હોય અથવા બિલો પણ ઓછા બનાવવાના હોય ઉપર મુજબ offline Utility ડાઉનલોડ કરીને E-Invoice બનાવી શકે છે.

Ø  E-Invoiceમાં Invoices, Credit Notes અને Debit Notes બનાવી શકાય છે.

Ø  E-Invoice માં Amenment કરી શકાતું નથી. પરંતુ તે પૂર્ણ પણે (૨૪ કલાકની અંદર) cancel કરી શકાય છે

Ø  E-Invoice બનાવ્યા બાદ ર૪ કલાક વીત્યા બાદ E-Invoiceનો ડેટા  GST portal ઉપર ચાલ્યો જશે.

Ø  પરંતુ, ૨૪ કલાક બાદ Invoice માં ફેરફાર માત્ર GSTR-1 Amend કરવાથી થશે.

Ø  તમે બનાવેલ E-Invoices GST Portal પર automatic save થઇ જશે અને GST system તેને GSTR-1 અને GSTR-2Aમાં Reflect કરી આપશે.

Ø  Exempted Goods હોય અને તે માલ જો Export કરે તો E-invoice બનાવવું ફરજિયાત છે. એક વખત તમોને  E-Inovice નો નિયમ લાગુ થઈ ગયો ત્યાર બાદના વર્ષોમાં તમારું Turnover ઓછું હોય તો પણ E-Invoice બનાવવું ફરજિયાત છે.

Ø  GST વગરની Financial / commercial credit notes | E-Invoice માં સામેલ કરવાની જરૂર નથી.

 

ઉપરોક્ત દર્શાવેલ વિગતો અમોને મળેલ માહિતી અને જે તે પરિપત્રનાં અર્થઘટન કરી તેની શું અસર થશે? અને કોને કઈ રીતે લાગુ પડશે? વગેરે જેવા અનેક પ્રશ્નોનાં જવાબ માટે મદદ-રૂપ બને હેતુસર રજુ કરેલછે. અત્રે રજુ કરેલી ગાઈડલાઈન્સ અમોને મળેલી માહિતી, પરિપત્રો અને તેના પર અમારા અંગત અભિપ્રાયો પર આધારિત હોઈ, જે ગાઈડલાઈન્સને સ્થળ, વ્યક્ત, સંજોગો, પરિસ્થિતિ તેમજ વખતો વખત અમલમાં હોય તેવા કાયદા તથા જે-તે કેસના સંજોગો તથા તેને લગત આવેલા પરિપત્રો અને કાયદાકીય પરિવર્તનો તેમજ ચુકાદોઓ વિગેરેનો અભ્યાસ જરૂરી અને અસરકર્તા બને છે.

 

Co-Ordination by,

Ruparel and Ruparel

(Advocates and Tax Consultants)

Jamnagar

Comments

Popular posts from this blog

NEW VERA SAMADHAN YOJNA-2019

Amnesty Scheme for Gujarat Professional tax