GST, INCOME TAX AND OTHER CHANGES EFFECTIVE FROM 1st APRIL, 2021.

rules effective from 01.04.2021

કેમ છો મિત્રો?

આશા છે બધા મજામાં હશો.

 

નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. સાથે સાથે કોરોનાને લગભગ એક વર્ષ થયું ત્યારે સરકાર ટેક્સ ને લગતા સુધારાનો અમલ ઝડપથી કરવા ઈચ્છે છે. એવામાં ૧ એપ્રિલ  ૨૦૨૧થી અમુક ટેક્સને લગતા મહત્વના સુધારા થઈ ગયા છે. તે આપના માટે જાણવા જરૂરી છે. તેની ટૂંકી રૂપરેખા આપવાનો પ્રયાસ કરેલ છે. તો આવો તેના ઉપર નજર કરીએ. હવે થી,

 

(1)     HSN કોડ બીલમાં નાંખવો ફરજીયાત.

(2)     ૫૦૦ કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા વેપારીએ B2C કિસ્સામાં પણ ડાયનેમિક QR કોડ આપવો (તાજેતરમાં આવેલ સુધારા મુજબ હવે તેનો અમલ ૩૦/૦૬/૨૦૨૧ સુધી મુલતવી રાખેલ છે : Notification 06/2021)

(3)     ઈ-ઈન્વોઈસ ફરજીયાત.

(4)     આવક વેરા રીટર્ન ફાઈલ ન કરનારા ઉપર ઊંચા દરે TDS  કાપવાની જોગવાઈ (Sec 206AB & 206CCA)

(5)     આધાર – પાન લિંક (પાન ઈન-ઓપરેટીવ બની જશે ક.૨૩૪-એચની લેઈટ ફી) (તાજેતરમાં આવેલ સુધારા મુજબ હવે તેનો અમલ ૩૦/૦૬/૨૦૨૧ સુધી મુલતવી રાખેલ છે)

(6)     અમુક રકમ કરતા વધુ રોકેલ PF ઉપરનું વ્યાજ  કરપાત્ર બનશે.

(7)     ૭૫ વર્ષ થી વધુ ઉંમરનાં સિનીયર સિટીઝનને ITR ફાઈલિંગ માંથી મુક્તિ.

(8)     કંપનીનાં કિસ્સામાં કંપનીએ દરેક ટ્રાન્સેક્શનનાં રેકોર્ડનું ઓડીટ ટ્રાયલ થઈ શકે માત્ર તેવા જ એકાઉન્ટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવો. (તાજેતરમાં આવેલ સુધારા મુજબ હવે તેનો અમલ ૦૧/૦૪/૨૦૨૨ થી કરવાનો છે.)

(9)     દરેક IEC હોલ્ડરે પોતાનો IEC દર વર્ષે અપ્રિલ થી જુન દરમિયાન ઓનલાઈન અપડેટ કરવાનો રહેશે.

 

 

(૧) HSN કોડ બીલમાં તથા GSTR-1 માં દર્શાવવો ફરજીયાત:

Notification No. 78/2020 – Central Tax તા ૧૫/૧૦/૨૦૨૦થી જીએસટી કાઉન્સીલે તા ૦૧/૦૪/૨૦૨૧ પછી રજીસ્ટર્ડ ડીલર દ્વારા ઇસ્યુ કરવામાં આવતા દરેક ટેક્સ ઈન્વોઈસમાં અને GSTR-૧માં ફરજીયાત દર્શાવવાનો રહેશે. જે માટે ટર્નઓવર મુજબ અમુક ડીજીટ દર્શાવવાના રહેશે જે નીચે મુજબ છે.

ક્રમ

પાછલા નાં..નુ એગ્રીગેટ ટર્નઓવર

HSN કોડ કેટલા ડીજીટ

પાંચ કરોડ સુધીનું હોય તો

ડીજીટ

પાંચ કરોડથી વધુ હોય તો

ડીજીટ

એક્સપોર્ટનાં કિસ્સામાં

ડીજીટ

પાંચ કરોડ સુધીનું એગ્રીગેટ ટર્નઓવર હોય તો B2C ઈન્વોઈસ માટે બીલમાં HSN કોડ દર્શાવવો ઓપ્શનલ રાખેલ છે. તમે ગવર્નમેન્ટ માન્ય વેબસાઈટ ઉપરથી SAC અને HSN કોડ મેળવી શકો છે (અહી આપેલ લિંક ઉપર કિલક કરો)

https://cbic-gst.gov.in/gst-goods-services-rates.html  (૪ ડીજીટ HSN Code અને GST રેટ જાણવા માટે)

https://services.gst.gov.in/services/searchhsnsac (ફૂલ ડીજીટ HSN Code જાણવા માટે)

 


(૨) ૫૦૦ કરોડ ઉપર ટર્નઓવર ધરાવતા વેપારીએ B2C કિસ્સામાં પણ ડાયનેમિક QR કોડ આપવો:

જે વેપારીનું પાછલા કોઈ પણ નાણાંકીય વર્ષનુ ટર્નઓવર રૂ ૫૦૦ કરોડથી વધતું હોય તેઓએ (અમુક વેપારીઓ કે વાપરીઓના સમૂહોને બાદ કરતા) B2Cનુ ઈન્વોઈસ ઇસ્યુ કરતી વખતે એક ડાયનેમિક QR કોડ નાંખવો ફરજીયાત રહેશે. (અગાઉ પણ જાહેર કરવામાં આવેલુ હતું, પરંતુ તા ૦૧/૦૪/૨૦૨૧થી અમલી થાય તે રીતે નોન-કોમ્પ્લાઇન્સ ઉપર દંડ નાખેલ છે.) Notification 14/2020 and 71/2020. તાજેતરમાં આવેલ સુધારા મુજબ હવે તેનો અમલ ૩૦/૦૬/૨૦૨૧ સુધી મુલતવી રાખેલ છે Notification 06/2021.

 

(૩) અમુક વેપારી માટે ઈ-ઈન્વોઈસ ફરજીયાત:

Notification No. 61/2020 અને 88/2020 વગેરે તથા Notification No. 05/2021 – Central Tax તા ૦૮/૦૩/૨૦૨૧ અને Notification No. 13/2020– Central Tax તા ૨૧/૦૩/૨૦૨૦થી જે રજીસ્ટર્ડ વેપારીનું ગમે તે પાછલા નાણાંકીય વર્ષનું એગ્રીગેટ ટર્નઓવેર રૂ ૫૦ કરોડથી વધે તેઓએ B2B માટે ફરજીયાત ઈ-ઈન્વોઈસ ઈસ્યુ કરવાનું છે. આ જોગવાઈ પહેલા ૫૦૦ કરોડથી વધુ એગ્રીગેટ ટર્નઓવર ધરાવતા ડીલર માટે ત્યાર બાદ ટર્નઓવર મર્યાદા ઘટાડી ૧૦૦ કરોડથી વધુ એગ્રીગેટ ટર્નઓવર ધરાવતા ડીલર માટે અને હવે તા ૦૧/૦૪/૨૦૨૧ થી ૫૦ કરોડથી વધુ એગ્રીગેટ ટર્નઓવર ધરાવતા ડીલર માટે અમલી બનાવેલ છે.

 

જેના માટે ડીલરે જે બિલ બનાવેલ હશે તેના ઉપર એક IRN/QR Code (ગવર્નમેન્ટ પોર્ટલ ઉપરથી મેળવેલ) પ્રિન્ટ કરવાનો રહેશે. જનરેટ કરેલ દરેક ઈ-ઇન્વોઇસની અસર GSTR-1માં આવી જશે. આવું ઈ-ઇન્વોઇસ કેન્સલ કરવા માટે ૨૪ કલાકનો સમય મળશે. કેન્સલ કરેલ ઈ-ઈન્વોઈસનો IRN નંબર ફરીથી ઉપયોગમાં લઈ નહિ શકાય. જે વેપારી મોટા ટર્નઓવર ધરાવતા વેપારી પાસેથી માલ ખરીદ કરે છે તેણે ખાસ ધ્યાનમાં રાખવું કે, તેણે કરેલ ખરીદીના બિલ ઉપર IRN/QR Code પ્રિન્ટ કરેલ છે. (ઈ-ઈન્વોઈસ જનરેટ કરતી વખતે જો બધી માહિતી ભરેલ હશે તો કદાચ ઈ-વે બિલમાં તેની આપો આપ અસર આવી જશે. સાથે સાથે એક વાતનો અહિં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, જે વેપારીને ઈ-ઈન્વોઈસ બનાવવાનું ફરજીયાત હોય અને તે ઈ-ઈન્વોઈસના બદલે સામાન્ય ઈન્વોઈસ ઇસ્યુ કરે તો સામેવાળાને તેની ક્રેડીટ લેવામાં તકલીફ પડી શકે છે. બીજું કે જે વેપારીનુ ટર્નઓવર નિયત મર્યાદાથી વધતું ન હોય તેમ છતાં જો તે ઈ-ઇન્વોઇસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવીને ઈ-ઇનવોઇસ ઈસ્યુ કરે તો તેણે પણ ડીપાર્ટમેન્ટ તરફથી ખુલાશા માંગતી નોટીસ મળી શકે છે.)

 

(૪) આવક વેરા રીટર્ન ફાઈલ ન કરનારા ઉપર ઊંચા દરે TDS  કાપવાની જોગવાઈ (Sec 206AB & 206CCA)

ITR ફાઈલ ન કરનારાઓ ITR ફાઈલ કરે તે હેતુથી, તા ૧ એપ્રિલ ૨૦૨૧થી અમલી બને તેમ, જે કરદાતા, કે જેઓ આવક વેરાનુ રીટર્ન ફાઈલ નથી કરતા, અને જેઓનો પાછલા બે વર્ષનો TDS/TCS રૂ ૫૦,૦૦૦/-થી વધુ છે, તેઓનો TDS ઊંચા દરે (મિનિમમ ૫%નાં દરે TDS) કાપવાનો રહેશે. (કલમ ૨૦૬એબી અને કલમ ૨૦૬સીસીએ) હવેથી કર કપાત કરનારે (ટેક્સ ડીડકટરે) કર કપાવનાર (ડીડકટી)નાં ITR ફાઈલ કર્યાના પુરાવા કલેક્ટ કરવાનાં રહેશે.

 

(૫) આધાર – પાન લિંક (પાન ઈન-ઓપરેટીવ બની જશે ક.૨૩૪-એચની લેઈટ ફી):

પાન આધાર લિંક કરવાની આખરી તારીખ ૩૧/૦૩/૨૦૨૧ છે. ત્યાર બાદ લિંક ન કરેલ પાન ઈન-ઓપરેટીવ બની જશે. ત્યાર બાદ પણ  પાન – આધાર લિંક ન કરાવનારે નવી ઉમેરાયેલ કલમ ૨૩૪(H) હેઠળ રૂ ૧૦૦૦/- ની લેઈટ ફી ચૂકવવી પડી શકે છે અને ત્યાર બાદ પાન આધાર લિંક કરી શકાશે. તાજેતરમાં આવેલ સુધારા મુજબ હવે તેનો અમલ ૩૦/૦૬/૨૦૨૧ સુધી મુલતવી રાખેલ છે.

 

(૬) અમુક રકમ કરતા વધુ PF ઉપરનું વ્યાજ  કરપાત્ર બનશે:

આપણા નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને બજેટમાં જાહેર કર્યા મુજબ રૂ ૨.૫ લાખથી વધુ પીએફમાં રોકાણ કરનારને વધારાની રોકાણની રકમ ઉપર મળેલ વ્યાજ કરપાત્ર બનશે તેવી જોગવાઈ કરેલ છે.

 

(૭) ૭૫ વર્ષથી વધુ ઉંમરનાં સિનીયર સિટીઝનને ITR ફાઈલિંગ માંથી મુક્તિ:

૭૫ વર્ષથી વધુ ઉંમરનાં જે સિનીયર સિટીઝન કે જેઓને પેન્શન અને વ્યાજ એક જ બેંક માં જમા આવતું હોય અને તેઓને આ સિવાય બીજી કોઈ આવક (વ્યાજ અને પેન્શન સિવાય) ન હોય તેવા કિસ્સામાં તેઓએ ITR ભરવામાંથી મુક્તિ મળે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.

 

(૮) કંપનીનાં કિસ્સામાં કંપનીએ દરેક ટ્રાન્સેક્શનનાં રેકોર્ડનું ઓડીટ ટ્રાયલ થઈ શકે માત્ર તેવા જ એકાઉન્ટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવો:

તા ૨૪/૦૩/૨૦૨૧નાં રોજ આવેલ એક નોટીફીકેશન (જીએસઆર 205E) મુજબ તા ૧લી અપ્રિલ, ૨૦૨૧ પછી દરેક કંપનીએ માત્ર એવો જ એકાઉન્ટીંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવો કે જેમાં રેકોર્ડ કરવામાં આવતા તમામ ટ્રાન્સેકશનનુ ઓટીડ ટ્રાયલ થઇ શકે અને આવી સવલત ડિસેબલ ન હોય અને દરેક રેકોર્ડમાં કેટલી વખત ચેન્જ થયા તે જાણી શકાય. તાજેતરમાં આવેલ સુધારા મુજબ હવે તેનો અમલ ૦૧/૦૪/૨૦૨૨ થી કરવાનો છે.

 

(૯) દરેક IEC હોલ્ડરે પોતાનો IEC દર વર્ષે અપ્રિલ થી જુન દરમિયાન ઓનલાઈન અપડેટ કરવાનો રહેશે:

તાજેતરમાં આવેલા ફોરેન ટ્રેડનાં સુધારા મુજબ હવેથી નવા ઈમ્પોર્ટ - એક્સ્પોર્ટરે e-IEC લેવાનો રહેશે તથા તમામ IEC હોલ્ડરે IECમાં જે કંઈ ફેરફાર હોય તેનુ અપડેટ અપ્રિલ થી જુન દરમિયાન ઓનલાઈન કરવાનું રહેશે. જો કોઈ ફેરફાર ન હોય તો પણ ઓનલાઈન IEC અપડેટ કરવાનો રહેશે. આવું અપડેટ ન કરાવનાર ઈમ્પોર્ટ – એક્સ્પોર્ટ કરવા માટે હકદાર રહેશે નહિ.

 

ઉપરોક્ત દર્શાવેલ વિગતો અમોને મળેલ માહિતી અને જે તે પરિપત્રનાં અર્થઘટન કરી તેની શું અસર થશે? અને કોને લાગુ પડશે? વગેરે જેવા અનેક પ્રશ્નોનાં જવાબ માટે મદદ-રૂપ બને એ હેતુસર રજુ કરેલ છે. અત્રે રજુ કરેલી ગાઈડલાઈન્સ એ અમોને મળેલી માહિતી, પરિપત્રો અને તેના પર અમારા અંગત અભિપ્રાયો પર આધારિત હોઈ, જે ગાઈડલાઈન્સને સ્થળ, વ્યક્તિ, સંજોગો, પરિસ્થિતિ તેમજ વખતો વખત અમલમાં હોય તેવા કાયદા તથા જે-તે કેસના સંજોગો તથા તેને લગત આવેલા પરિપત્રો અને કાયદાકીય પરિવર્તનો તેમજ ચુકાદોઓ વિગેરેનો અભ્યાસ જરૂરી અને અસરકર્તા બને છે.

 

સંકલન: -

-CHIRAG A. RUPAREL (Advocate)

-KAMLESH A. RUPAREL (Advocate)

Ruparel and Ruparel

(Advocates and Tax Consultants)

Jamnagar

 

Comments

Popular posts from this blog

E-INVOICE બાબતે પ્રાથમિક માર્ગદર્શિકા | PRIMERY GUIDELINE FOR E INVOICE OF GST

NEW VERA SAMADHAN YOJNA-2019

Amnesty Scheme for Gujarat Professional tax