GST : 06 ફરજીયાત ઈ-વે બીલની સરળ સમજ
State GST e-way બીલના નવા નિયમો.
તા. ૦૧-૧૦-૨૦૧૮ થી ગુજરાત રાજ્યમાં એક શહેર/ગામ થી બીજા શહેર/ગામ માં થતી તમામ કરપાત્ર માલની હેરફેર સમયે ફરજીયાત ઈ-વે બીલ વહન સાથે રાખવાનું રહેશે. આ સુધારો ગુજરાત સરકાર દ્વારા જાહેરનામાં ક્રમાંક GSL/GST/RULE-138(14)/B.19, તા. ૧૯.૦૯.૨૦૧૮ દ્વારા કરવામાં આવેલ છે. આથી આ સુધારેલ જોગવાઈ મુજબ આગામી તા. ૦૧-૧૦-૨૦૧૮ થી;
(A) નીચે મુજબના કિસ્સામાં GST-ઈ-વે બીલ વહન થતા માલ સાથે રાખવું ફરજીયાત છે.
(૧) તમામ કરપાત્ર માલની રાજ્યમાં એક શહેર-ગામ થી બીજા શહેર-ગામ માં હેરફેર સમયે, નીચે નિર્દિષ્ટ અનુક્મ (B) સિવાયના કિસ્સામાં, અને
(૨) તમામ કરપાત્ર માલની આંતરરાજ્ય હેરફેર સમયે.
(B) ઉક્ત સિવાય, નીચેના સંજોગોમાં ઈ-વે બીલ માલ સાથે રાખવું ફરજીયાત નથી.
(૧) રાજ્ય કે આંતરરાજ્ય વહન થતા કરપાત્ર માલ, ટેક્ષ, અન્ય સહિતનું કુલ મુલ્ય રૂ. ૫૦,૦૦૦/- થી ઓછું હોય ત્યારે,
(૨) વહન થતો માલ જે તે શહેર-ગામની નિયત ભૈાગોલીક મર્યાદાની અંદર જ રવાનગી કરેલ હોય ત્યારે,
(૩) કરમુક્ત માલના વહન સમયે,
(૪) સમગ્ર ગુજરાત રાજ્યમાં વહન થતા HANK, YARN, FABRIC અને GARMENTS માટે ઈ-વે બીલ જરૂરી નથી (કરપાત્ર હોવા છતાં નિર્દિષ્ટ કરી મુક્તિ આપવામાં આવેલ છે),
(૫) નોન-મોટરાઈઝ વાહન દ્વારા માલનું વહન થતું હોય ત્યારે,
(૬) ૨૦ કિલોમીટર સુધીની મર્યાદામાં ડીલેવરી ચલણ સાથે રાખી, ધંધાના સ્થળે થી વજનકાંટા સુધી અને વજનકાંટા થી ધંધાના સ્થળ સુધી માલનું વહન થતું હોય ત્યારે.

અગત્યની નોંધ: કરમુક્ત કે કરપાત્ર માલના વહન સમયે ટેક્ષ ઇન્વોઈસ, બીલ ઓફ સપ્લાય અથવા ડીલેવરી ચલણ માંથી કોઇપણ લાગુ પડતો એક દસ્તાવેજી પુરાવો સાથે હોવો જોઈશે.
Comments
Post a Comment