Posts
Showing posts from 2018
GST : 06 ફરજીયાત ઈ-વે બીલની સરળ સમજ
- Get link
- X
- Other Apps
State GST e-way બીલના નવા નિયમો. તા. ૦૧-૧૦-૨૦૧૮ થી ગુજરાત રાજ્યમાં એક શહેર/ગામ થી બીજા શહેર/ગામ માં થતી તમામ કરપાત્ર માલની હેરફેર સમયે ફરજીયાત ઈ-વે બીલ વહન સાથે રાખવાનું રહેશે. આ સુધારો ગુજરાત સરકાર દ્વારા જાહેરનામાં ક્રમાંક GSL/GST/RULE-138(14)/B.19, તા. ૧૯.૦૯.૨૦૧૮ દ્વારા કરવામાં આવેલ છે. આથી આ સુધારેલ જોગવાઈ મુજબ આગામી તા. ૦૧-૧૦-૨૦૧૮ થી; (A) નીચે મુજબના કિસ્સામાં GST-ઈ-વે બીલ વહન થતા માલ સાથે રાખવું ફરજીયાત છે. (૧) તમામ કરપાત્ર માલની રાજ્યમાં એક શહેર-ગામ થી બીજા શહેર-ગામ માં હેરફેર સમયે, નીચે નિર્દિષ્ટ અનુક્મ (B) સિવાયના કિસ્સામાં, અને (૨) તમામ કરપાત્ર માલની આંતરરાજ્ય હેરફેર સમયે. (B) ઉક્ત સિવાય, નીચેના સંજોગોમાં ઈ-વે બીલ માલ સાથે રાખવું ફરજીયાત નથી. (૧) રાજ્ય કે આંતરરાજ્ય વહન થતા કરપાત્ર માલ, ટેક્ષ, અન્ય સહિતનું કુલ મુલ્ય રૂ. ૫૦,૦૦૦/- થી ઓછું હોય ત્યારે, (૨) વહન થતો માલ જે તે શહેર-ગામની નિયત ભૈાગોલીક મર્યાદાની અંદર જ રવાનગી કરેલ હોય ત્યારે, (૩) કરમુક્ત માલના વહન સમયે, (૪) સમગ્ર ગુજરાત રાજ્યમાં વહન થતા HANK, YARN, FABRIC અન...
GST 05 : ટેક્સ ક્રેડીટમાં ઘટાડો
- Get link
- X
- Other Apps
ટેક્સ ક્રેડીટમાં ઘટાડો સામાન્ય રીતે આપણે વેચાણમાં થયેલ ભરવાપાત્ર વેરાની વેરા શાખ ખરીદીમાં ભરેલા વેરા સામે એડજસ્ટ કરતા હોઈએ છીએ તથા બાકી રહેલ રકમ ભરવાપાત્ર હોય તો તેનું પેમેન્ટ કરતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર વેરા પાત્રમાલની ખરીદી સામે વેચાણ કરમુક્ત માલ / સેવામાં પરિવર્તિત થતું હોય છે અથવા વેરા પાત્રમાલનો ઉપભોગ અપણેઆપણ ધંધાના અનુસંધાને કરતા હોઈએ છીએ તેમજ ઘણીવાર ધંધા સિવાયનાં વ્યક્તિગત ઉપયોગ માટે આવો માલ / સેવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવા સમયે ક્યાં માલ / સેવાની ખરીદીની વેરા શાખ મળવા પાત્ર થાય અથવા અંશત: મળવા પાત્રથાય અથવા વેરા શાખ બિલકુલ મળી ન શકે તેના માટે સીજીએસટીનાં રૂલ ૪૨ તથા ૪૩ તથા સીજીએસટી એક્ટની કલમ ૧૭ની અન્ય પેટા કલમોનો અભ્યાસ કરવો જરૂરી બને છે. સીજીએસટીનાં રૂલ ૪૨ તથા ૪૩ તથા સીજીએસટી એક્ટની કલમ ૧૭ની અન્ય પેટા કલમો મુજબ: (૧) ફક્ત વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવેલ ઈનપુટ ટેક્સ ક્રેડીટ ઘટાડવી. (૨) ફક્ત કરમુક્ત માલ / સેવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ઈનપુટ ટેક્સ ક્રેડીટ ઘટાડવી. (૩) ક. ૧૭ મુજબ બ્લોક કરેલ આઈટીસીને ઉપયોગમાં લેવામાં આવેલ ઈનપુટ ટેક્સ ક્રેડીટ ઘટાડવી. (૪) કરપા...