Posts

Showing posts from April, 2018

GST 05 : ટેક્સ ક્રેડીટમાં ઘટાડો

ટેક્સ ક્રેડીટમાં ઘટાડો સામાન્ય રીતે આપણે વેચાણમાં થયેલ ભરવાપાત્ર વેરાની વેરા શાખ ખરીદીમાં ભરેલા વેરા સામે એડજસ્ટ કરતા હોઈએ છીએ તથા બાકી રહેલ રકમ ભરવાપાત્ર હોય તો તેનું પેમેન્ટ કરતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર વેરા પાત્રમાલની ખરીદી સામે વેચાણ કરમુક્ત માલ / સેવામાં પરિવર્તિત થતું હોય છે અથવા વેરા પાત્રમાલનો ઉપભોગ અપણેઆપણ ધંધાના અનુસંધાને કરતા હોઈએ છીએ તેમજ ઘણીવાર ધંધા સિવાયનાં વ્યક્તિગત ઉપયોગ માટે આવો માલ / સેવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવા સમયે ક્યાં માલ / સેવાની ખરીદીની વેરા શાખ મળવા પાત્ર થાય અથવા અંશત: મળવા પાત્રથાય અથવા વેરા શાખ બિલકુલ મળી ન શકે તેના માટે સીજીએસટીનાં રૂલ ૪૨ તથા ૪૩ તથા સીજીએસટી એક્ટની કલમ ૧૭ની અન્ય પેટા કલમોનો અભ્યાસ કરવો જરૂરી બને છે. સીજીએસટીનાં રૂલ ૪૨ તથા ૪૩ તથા સીજીએસટી એક્ટની કલમ ૧૭ની અન્ય પેટા કલમો મુજબ: (૧) ફક્ત વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવેલ ઈનપુટ ટેક્સ ક્રેડીટ ઘટાડવી. (૨) ફક્ત કરમુક્ત માલ / સેવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ઈનપુટ ટેક્સ ક્રેડીટ ઘટાડવી. (૩) ક. ૧૭ મુજબ બ્લોક કરેલ આઈટીસીને ઉપયોગમાં લેવામાં આવેલ ઈનપુટ ટેક્સ ક્રેડીટ ઘટાડવી. (૪) કરપા...